Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવા કેન્દ્ર સરકાર ગંભીર

  • June 30, 2018 

નવી દિલ્હી:લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દેશમાં એકસાથે જ કરવાની વાત હવે આગળ વધે તેવું લાગે છે.કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર બની છે.દેશમાં આ રીતે એકસાથે ચૂંટણી કરાવવાની કાયદા પંચે હા પાડી દીધી છે.કાયદા પંચનો રિપોર્ટ આવ્યા બાદ હવે સરકાર આ દિશામાં ઝડપથી આગળ વધશે.આ દરમિયાન કાયદા મંત્રાલયે પર એક સાથે ચૂંટણી કરાવવા અંગે સંમતિ આપી દીધી છે.કેટલાક સમય પહેલાં નીતિ પંચ દ્વારા લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનું સૂચન કર્યું હતું. આ સૂચન સરકારના ટોચના લેવલે મંજૂર થયું હતું અને આ પ્રયોગ પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, ઓછા ખર્ચે દેશમાં બધી ચૂંટણીઓ એક સાથે થાય તો અબજો રૂપિયાની બચત થાય.કાયદા મંત્રાલયે આ બાબતે એપ્રિલમાં કાયદા પંચને મામલો સુપરત કરી દીધો હતો અને અભ્યાસ તથા વિચાર કરવા માટે સમય અપાયો હતો.અલગ અલગ ચૂંટણી થવાથી સરકારી ધનની બરબાદી થાય છે અને સરકારી કામગીરી વારંવાર ખોરવાઈ જાય છે.વારંવાર આચારસંહિતાઓ લાગુ કરવા પડે છે પરિણામે સરકારી કામકાજ ઠપ્પ થઈ જતાં લોકોમાં નારાજી વધે છે અને અસંતોષ પેદા થાય છે.આ ઉપરાંત વારંવાર ચૂંટણી કરવાથી સુરક્ષા દળોને ડયુટી પર લેવા પડે છે અને એમનું મુખ્ય કામ ખોરંભે પડે છે.જો કે,દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા મુદે રાજકીય પક્ષોમાં એકરાગ સાધવો મુશ્કેલ છે.સૌથી મોટો મુદો એ છે કે,બધા જ વિધાનસભાના કાર્યકાળને એક સાથે કેવી રીતે સેટ કરી શકાયંઆમ એક સાથે ચૂંટણી કરાવવાની સામે પડકારો પણ ઘણાં છે અને પ્રશ્નો ઘણા છે ત્યારે સરકાર આ કામ કેવી રીતે હેન્ડલ કરે છે તે જોવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application