વ્યારા : આગામી તારીખ ૧/૧/૨૦૨૧ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા નવયુવાન/યુવતીઓ માટે મતદાર યાદીમાં નામ નોંધાવાની આખરી તક. તારીખ ૧૩/૧૨/૨૦૨૦ને રવિવાર.
કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા હાલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે જેમાં તા.૨૨/૧૧/૨૦૨૦, તા.૨૯/૧૧/૨૦૨૦ અને તા.૬/૧૨/૨૦૨૦ ને રવિવારના રોજ મતદાન મથક પર બુથ લેવલ અધિકારી હાજર રહી ફોર્મ મેળવવાનું અને મતદારયાદી અદ્યતન કરવાની કામગીરી કરી રહ્યા છે આ કાર્યક્રમ હેઠળ વ્યારા અને નિઝર બેઠક પર કુલ ૪૦૦૦૦ જેટલા ફોર્મ પ્રાપ્ત થયા છે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તારીખ ૧૩/૧૨/૨૦૨૦ રવિવારના રોજ બૂથ લેવલના અધિકારીઓ મતદાન મથક પર હાજર રહેવાના છે.
ત્યારબાદ મતદારયાદી આખરી કરવાની હોઇ અને આગામી તમામ ચુંટણીઓ જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો પણ સમાવેશ થાય છે. જેથી તમામ ૧૮-૧૯ વર્ષના નવયુવાન/યુવતીઓ માટે આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ કે નગરપાલિકા વ્યારા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વગેરેમાં મત આપવાના અધિકારનો પ્રયોગ કરવા માટે ચુંટણીકાર્ડ મેળવવાનો આ અંતિમ મોકો છે
તારીખ ૧/૧/૨૦૨૧ ના રોજ જેમના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેઓ તારીખ ૧૩/૧૨/૨૦૨૦ને રવિવારના રોજ જન્મ તારીખનો પુરાવો, સરનામાનો પુરાવો, ફોટો અને ઘરના કોઇ સભ્ય ના ચૂંટણી કાર્ડ સાથે નજીકના મતદાન મથક પર જઈ બુથ લેવલ અધિકારીશ્રીને મળીને ફોર્મ નંબર. ૬ ભરી શકશે. ટેક્નોસેવી યુથ માટે nvsp.in અથવા voter registration.eci.gov.in વેબસાઈટ પર પર જઈ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ નંબર. ૬ ભરી પુરાવા અપલોડ કરી ઘરે બેઠા ચૂંટણી કાર્ડ મેળવવાની વ્યવસ્થાપન ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.
આ તકે તાપી કલેકટર સાહેબશ્રી આર.જે. હાલાણી સાહેબે તમામ સરપંચશ્રીઓ, નગરપાલિકા સભ્યશ્રીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને ધાર્મિક આગેવાનોને પોતાના વિસ્તારમાં ૧૮ વર્ષ પૂર્ણ કરતા તમામ યુવાન/યુવતીઓને ફોર્મ નંબર ૬ ભરવા અને લોકશાહીને મજબુત બનાવવા સહયોગ આપવા અનુરોધ કરેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500