Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને કોર્ટે અઢી વર્ષની સજા અને રૂ.૧૫,૦૦૦/-નો દંડ ફટકાર્યો

  • January 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ રૂપગડના રહેવાસી બચુભાઈ બારસીભાઈ ગામીત તા,૭-૩-૨૦૦૯ના રોજ પોતાની સુઝુકી મોટર સાયકલ નંબર જીજે-૨૧-૯૨૪૬ પર લાકડાના નાના ટૂકડા લઈને સોનગઢ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સોનગઢ પોલીસ મથકે ફરજ બજવતા આ.પો.કોન્સ્ટેબલ શિરીષભાઈ શંકરભાઈ ચૌધરી બકકલ નંબર-૧૦૫૫ નાએ બચુ ગામીતને ઝડપી પાડ્યો હતો.અને લાકડા ગેરકાયદેસર વહન કરવાના આરોપ માંથી મુક્ત કરવા માટે રૂ.૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી.જે અંગે ની ફરિયાદ એસીબી પોલીસને બચુભાઈ ગામીતે કરી હતી જેના આધારે એસીબી પોલીસે છટકું ગોઠવી શિરીષ ચૌધરીને લાંચ સ્વીકાર કરતા ઝડપી પાડ્યો હતો.અને કાયદેસર કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા હતા.કેશ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સેશન્સ કોર્ટ મા ચાલી જતા લાંચ સ્વીકારવાના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી ૩૦મી જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ કોર્ટે સજાનો હુકમ કર્યો છે.રજુઆતો અને રેકર્ડ ઉપરનો પુરાવા ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવવામા આવ્યા.નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ (વ્યારા)નાઓએ તમામ પુરાવા તથા બન્ને પક્ષની દલિલો અને ચુકાદા સાંભળી આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની ૧૯૮૮ ની કલમ મુજબ અઢી વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા ૧૫,૦૦૦/- દંડ અને દંડ ન ભરે તો વધુ ૬(છ) માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો.

 

high light-નિઝરના પશુ ચિકિત્સકને પણ અઢી વર્ષની સજા અને રૂ.૧૫,૦૦૦/- દંડ

વ્યારા કોર્ટ દ્વારા નિઝરના પશુ ચિકિત્સકને પણ અઢી વર્ષની સજા અને રૂ.૧૫૦૦૦/- દંડ અને દંડ ના ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો હતો.નિઝર ખાતે પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવતાં વર્ગ-૨ ના અધિકારી અરવિંદભાઈ આત્મારામ પ્રજાપતિ વિરૂધ્ધ રૂ.૫૦૦૦/-ની લાંચ સ્વીકારવા સબબ વર્ષ ૨૦૦૬ માં સુરત એસીબી પોલીસ મથકે ગુન્હો નોધાયો હતો.આ કેસમાં લાંચિયા અરવિંદભાઈ પ્રજાપતિને અઢી વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧૫,૦૦૦/- નો દંડ અને દંડ ના ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજાનો વ્યારા કોર્ટે હુકમ કર્યો હતો 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application