નવી દિલ્હી:આરટીઆઈ અંતર્ગત ખુલાસો થયો છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૪૮ મહિનાના પોતાના શાસનકાળ દરમિયાન અત્યાર સુધી ૫૦ દેશોથી વધારે ૪૧ વિદેશ યાત્રા કરી છે.આ યાત્રા દરમિયાન કુલ ૩૫૫ કરોડ રુપિયા ખર્ચ થયો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિદેશ પ્રવાસને લઈને બેંગ્લુરુના એક આરટીઆઈ કાર્યકર્તાને મળેલ જાણકારી મુજબ પોતાના કાર્યકાળમાં મોદી આશરે ૧૬૫ દિવસ દેશથી બહાર રહ્યા હતા વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ની વેબસાઈટ પર પણ વડાપ્રધાન મોદીના અત્યાર સુધીના કાર્યકાળ ૪૮ મહિના દરમિયાન વિદેશ પ્રવાસની જાણકારી આપવામાં આવી છે.
પીએમઓની વેબસાઈટ મુજબ આ યાત્રાઓમાં ૩૦ યાત્રા ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે કરવામાં આવી છે અને તેની ચુકવણી પણ કરી દેવામાં આવી છે.જ્યારે ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી જુન સુધીના ૭ વિદેશી પ્રવાસનુ બિલ હજી સામે આવ્યુ નથી.બાકીની ૫ યાત્રા ભારતીય વાયુસેના બીબીજે એરક્રાફ્ટ માધ્યમથી કરવામાં આવી.મોદીનો સૌથી મોંઘો વિદેશ પ્રવાસ એપ્રિલ ૨૦૧૫માં રહ્યો,જ્યારે તે યુરોપ બાદ કેનેડા પ્રવાસ પર ગયા,જેમાં તે ફ્રાંસ અને જર્મની બાદ કેનેડાના પ્રવાસે ગયા હતા.આ દરમિયાન ૩૧ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો.જ્યારે તેમનો સૌથી સસ્તો વિદેશ પ્રવાસ ભૂટાનનો રહ્યો હતો.આ પ્રવાસ દરમિયાન ૨ કરોડ ૪૫ લાખ ૨૭ હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો.મોદીએ ભૂટાનનો પ્રવાસ ૧૫-૧૬ જુન ૨૦૧૪માં કર્યો હતો
high light-મોદીનો સૌથી મોંઘો વિદેશ પ્રવાસ એપ્રિલ ૨૦૧૫માં રહ્યો,જ્યારે તે યુરોપ બાદ કેનેડા પ્રવાસ પર ગયા,જેમાં તે ફ્રાંસ અને જર્મની બાદ કેનેડાના પ્રવાસે ગયા હતા.આ દરમિયાન ૩૧ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application