Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ:રહેણાંક વિસ્તાર માં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું:પાંચ લોકોના મોત

  • June 28, 2018 

મુંબઈ:ઉત્તર પ્રદેશ સરકારનું એક ચાર્ટર્ડ પ્લેન મુંબઈમાં ક્રેશ થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે.ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ છે.જે જગ્યાએ વિમાન ક્રેશ થયું છે તે રહેણાંક વિસ્તાર છે.આ અકસ્માતમાં પાંચ લોકોના દમોત થયા હોવાના અહેવાલ છે.ઘાટકોપરના જીવદયા વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી.ઘટના નિહાળ નારાઓએ  જણાવ્યું કે પ્લેન ક્રેશ થયા બાદ ભડકે બળ્યું હતું.દુર્ઘટના સર્વોદય હોસ્પિટલ પાસે ઘટી છે. આ ચાર્ટર્ડ પ્લેનને ઉત્તર પ્રદેશ સરકારે ખરીદ્યુ હતું પરંતુ વર્ષ 2014માં પ્લેનને મુંબઈના UY એવિએશનને વેચી દીધુ હતું.પ્લેન દિપક કોઠારી નામના બિઝનેસ મેનનું હોવાનું કહેવાય છે. ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનના જણાવ્યાં મુજબ,પ્લેનમાં 2 પાઈલટ,બે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ સવાર હતાં.પ્લેન ક્રેશ થતા કેપ્ટન પ્રદીપ રાજપૂત સહિત ચારેય લોકોના મોત થયાં.આ સાથે જ એક રસ્તે જતો રાહદારી પણ તેની ચપેટમાં આવી ગયો અને જીવ ગુમાવ્યો.આમ કુલ પાંચ લોકોના મોત થયાં હોવાની વિગતો સામે આવી છે,કહેવાય છે કે,આ વિમાન ટેસ્ટ ફ્લાય માટે જુહૂથી ઉપડ્યું હતું.પ્લેન જેવું ક્રેશ થયું કે અચાનક તેમાં આગ લાગી ગઈ.વિમાન સીધુ વિસ્તારના જાગૃતિ બિલ્ડિંગ પાસે એક નિર્માણધીન બિલ્ડિંગ પર પડ્યું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application