માહિતી વિભાગ દ્વારા તાપી, કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે. જે અન્વયે તાપી જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ કચેરી તાપી દ્વારા પોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અંતર્ગત જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ મેળવે તે હેતુથી સઘન પ્રચાર પ્રસાર હાથ ધરાયા હતા. જેના પરિણામ રૂપે જિલ્લાના ૭ (સાત) ઘટકોમાં કુલ ૪૦૭ બાળકો એ આંગણવાડીમાં પ્રવેશ લીધો છે. જેમાંથી ૨૦૯ કુમાર અને ૧૯૮ કન્યાઓ છે. જ્યારે બાલ વાટિકામાં કુલ ૩૬૨૨ બાળકો એ પ્રવેશ લીધો છે.
જેમાંથી કુમાર ૧૭૭૬ કન્યા ૧૮૪૬ કન્યા છે. તાપી જિલ્લામાં આંગણવાડીમાં પ્રવેશનો તહેવાર હોઇ બાળકોને વિવિધ રીતે મનોરંજન કરી આંગણવાડી તેઓ માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થાન બને તેવા પ્રયાસો જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયા છે.આંગણવાડીને ફુલ-હારથી સજાવી, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. કાગળની રંગબેરંગી ટોપીઓ પહેરાવી, સાથે ભુલકાઓને નવી બેગ, ચોપડી અને ચોકલેટ, વિવિધ ફળો આપી આંગણવાડીનો પ્રથમ દિવસ યાદગાર બનાવવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500