Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાસપોર્ટ મેળવવાની ભાગદોડ માંથી છુટકારો:દેશમાં કોઇપણ જગ્યાએથી કરી શકશો અરજી

  • June 27, 2018 

વિદેશમંત્રી સુષમા સ્વરાજે દેશમાં કોઇપણ જગ્યાએથી પાસપોર્ટ માટે અરજી કરી શકાય તેવી સુવિધા માટે એક નવી યોજનાની શરૂઆત કરી છે.છઠ્ઠા પાસપોર્ટ સેવા દિવસના અવસર પર સુષમા સ્વરાજે  “એમપાસપોર્ટ સેવા”નામની એપ લોન્ચ કરી છે.આ એપ દ્વારા પાસપોર્ટ માટે અરજી,ચુકવણી અને પાસપોર્ટ મળવાનો સમય નક્કી કરવાની સુવિધા આપશે.પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં મેરેજ સર્ટિફિકેટ સહિત બિન આવશ્યક દસ્તાવેજોની જરૂરિયાત પુરી કરી દેવામાં આવી છે. નવી યોજના હેઠળ અરજી ફોર્મ જમા કરવા માટે ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય,પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર માંથી કોઇપણ જગ્યાની પસંદગી કરી શકશો.વિદેશ મંત્રાલય અનુસાર જરૂરિયાત પડવા પર અરજી ફોર્મમાં આપેલી જગ્યા પર પોલીસ વેરિફિકેશન પણ થઇ જશે.આ જગ્યા પર અરજીમાં નક્કી કરવામાં આવેલા સમય મુજબ ક્ષેત્રીય કાર્યાલય પાસપોર્ટ મોકલશે.સુષમા સ્વરાજે જણાવ્યું કે પાસપોર્ટ માટે અરજી કરવાની પ્રક્રિયા મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે.દેશભરમાં ૪૮ વર્ષમાં ૭૭ પાસપોર્ટ સેવા કેન્દ્ર બનાવામાં આવ્યા,જ્યારે ગત ૪૮ મહિનામાં ૨૩૧ નવા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા.સુષમા સ્વરાજે કહ્યું કે,આગામી સમયમાં દેશમાં દરેક ૫૪૩ સંસદીય ક્ષેત્રમાં ઓછામાં ઓછું એક પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application