નવી દિલ્હી:અત્યારે તમે ૧૦ આંકડાનો મોબાઈલ નંબર વાપરી રહ્યા છો પરંતુ ૧ જુલાઈ ૨૦૧૮થી નવો નંબર લેતા ગ્રાહકોને ૧૩ આંકડાનો મોબાઈલ નંબર આપવામાં આવશે.સરકાર આ માટેની તૈયારી કરી રહી છે.કેન્દ્રીય સંચાર મંત્રાલયે આ માટે તમામ રાજ્યોને નિર્દેશ જારી કરી દીધા છે.મિડીયા રીપોર્ટ અનુસાર બીએસએનએલએ આ માટે તૈયારી પણ કરી છે.થોડા દિવસ પહેલા દિલ્હીમાં આ બારામાં બેઠક યોજવામાં આવી હતી જે પછી આ નિર્ણય લેવાયો હતો.
મળતા અહેવાલો મુજબ આ બેઠકમાં દૂર સંચાર વિભાગના અધિકારીઓએ કહ્યુ હતુ કે,૧૦ આંકડાના લેવલમાં હવે નવા મોબાઈલ નંબર જારી કરવાની કોઈ શકયતા રહી નથી.રોજેરોજ મોબાઈલ યુઝર્સની સંખ્યા વધવાને કારણે ૧૦ થી વધુ આંકડાની સીરીઝ શરૂ કરવી જોઈએ અને બાદમાં તમામ મોબાઈલ નંબરોને ૧૩ આંકડાના કરી દેવા જોઈએ.અત્રેએ નોંધનીય છે કે,આવુ પહેલીવાર બન્યુ છે આ પહેલા નવેમ્બર ૨૦૦૨માં તમામ ટેલીફોન નંબરની આગળ ૨ લગાવી દેવાયા હતા.જેને કારણે તમામ ટેલીફોન નંબરો બદલાયા હતા.જે હેઠળ દિલ્હી,મુંબઈ,કોલકતા,ચેન્નઈ જેવા મહાનગરોમાં ટેલીફોનના નંબરના આંકડાની સંખ્યા ૭ થી વધારી ૮ આંકડા કરી દેવાય હતી તો ટીયર ટુ શહેરોના ટેલીફોનના નંબરની સંખ્યા ૬ થી વધારીની ૭ કરી દેવામાં આવી હતી.દૂરસંચાર વિભાગના કહેવા મુજબ મોબાઈલ નંબરની નવી સીરીઝ આવવાથી તમામ ટેલીકોમ ઓપરેટરોએ પોતાની સીસ્ટમ અપડેટ કરવી પડશે.આ બારામાં તમામ સર્કલની ટેલીકોમ કંપનીઓને આદેશ જારી કરવામાં આવ્યો છે.બીએસએનએલના અધિકારીઓના કહેવા મુજબ ડીસેમ્બર સુધીમાં જૂના નંબર પણ આ પ્રક્રિયા હેઠળ અપડેટ થઈ જશે.જો કે હજુ એ નક્કી નથી થયુ કે હાલના નંબરોને કઈ રીતે અપડેટ કરવામા આવે ? આ પ્રક્રિયા ઓકટોબરથી શરૂ થશે અને ૩૧ ડીસેમ્બરે પુરી થશે.અધિકારીઓ હજુ એ નક્કી નથી કરી શકતા કે વધારાના ૩ આંકડા જૂના નંબરની આગળ જોડવા કે પાછળ જોડવા ? મળતા અહેવાલો મુજબ હાલમાં ૧૦ આંકડાના હિસાબથી મોબાઈલ સોફટવેર બનાવાયો છે. આવતા સમયમાં ૧૩ આંકડાના હિસાબથી મોબાઈલ સોફટવેર પણ અપડેટ કરવામાં આવશે કે જેથી યુઝર્સને કોલ કરવામાં અસુવિધા ન થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application