નવસારી જિલ્લામાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હામાં ભાગતા ફરતા 40 જેટલા આરોપીઓને છેલ્લા 20 દિવસમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને ટાઉન તથા ખેરગામ પોલીસે ઝડપી પાડ્યા હતા. આગામી તારીખ 7 મે’નાં રોજ યોજાનાર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે નવસારી જિલ્લા પોલીસ અધિકક્ષ સુશીલ અગ્રવાલ દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી.
જે અંતર્ગત નવસારી જિલ્લાનાં જુદા-જુદા પોલીસ મથકો તેમજ સુરત, વલસાડ અને મધ્યપ્રદેશમાં નોંધાયેલા ગુન્હામાં 40 આરોપીઓને 20 દિવસમાં ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં જિલ્લા એલ.સી.બી.એ 26, એલ.સી.બી. 10, નવસારી ટાઉન પોલીસે 3 અને ખેરગામ પોલીસે 1 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500