પોરબંદરમાં મુરાદશાહ પીરની દરગાહના ડિમોલીશન સમયે થયેલી ધમાલના કેસમાં કુલ ૪૦ આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો પોરબંરની અદાલતે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે,આ ઘટનામાં ૧૨૫ સામે નામજોગ સહિત હજારથી વધુના ટોળાં સામે ગુનો નોંધાયો હતો.
પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી મુરાદશાહ પીરની દરગાહનું થોડાં સમય પહેલાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું,જેથી લઘુમતી સમાજમાં રોષ ફેલાયો હતો અને ઉશ્કેરાયેલા ટોળાંએ ખાપટ કર્મચારી સોસાયટી પાસે પોલીસ ઉપર પથ્થરમારો કરતાં પોલીસે આ ઘટનામાં ૧૨૫ લોકો સામે નામજોગ સહિત એક હજારથી વધુના ટોળાં સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.આ કેસમાં નફીસ કાસમ કાબાવલિયા,નૂરમહંમદ સુલેમાન મુકાદમ,મહંમદ ઈરફાન તાહીર,સોહીલ સલીમ મનસુરી,ઈમરાન ઈકબાલ હાજી,હસન અમીન રાવડા સહિતના ૩૬ શખ્સોએ પોરબંદરની અદાલતમાં જામીન પર મુક્ત થવા કરેલી અરજી સંદર્ભે ન્યાયાધીશે તમામને શરતી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપીઓ તરફે જે.પી. ગોહેલની ઓફિસ તરફથી એમ.ડી. જુંગી,એમ.જી. શીંગરખિયા,એન.જી. જોશી,પંકજભાઈ પરમાર,વી.બી. પરમાર,રાહુલભાઈ શીંગરખિયા,હરીશભાઈ શીંગરખિયા,જીજ્ઞેશભાઈ ચાવડા અને મયૂરભાઈ સવનિયા રોકાયા હતા.આ ઉપરાંત,આરીફ હબીબ મલેક,જાબીર હાસમ લાંગા,ઈમિત્યાઝ રહીમ સમરા અને ફૈઝલખાન ફીરોઝખાન પઠાણે પણ કોર્ટમાં કરેલી જામીન અરજી સંદર્ભે પોરબંદરની અદાલતે ચારેયને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ જગદીશમાધવ મોતીવરસ,હેતલબેન સલેટ,જય સલેટ,આશીષ જુંગી,રીનાબેન ખુંટી,દર્શનાબેન પુરોહિત અને ફેઝાન હાલાઈ રોકાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500