સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાએ ધીમીગતિએ રફતાર પકડી છે. તાપી જીલ્લામા બુધવારે કોરોના પોઝીટીવ દર્દીનો વધુ 1 કેસ મળી આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.10મી માર્ચ નારોજ સોનગઢ તાલુકાના ચોરવાડ ગામમાં આવેલ ભાટી ફળીયામાં 75 વર્ષીય વૃધ્ધાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 906 કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ 861 દર્દીઓ સાજા થયા છે.કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 287 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 4 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500