તાપીમિત્ર ન્ત્યુઝ,રાજપીપળા:ભારત દેશમાં નોટબંધી બાદ ભાજપના નેતાઓની અધ્યક્ષતા વાળી કો.ઓપરેટિવ બેંકોમાં કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો જમા થવા મુદ્દે નર્મદા યુવક કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવી આ મામલે તપાસ કરવા નર્મદા જિલ્લા યુવક કોંગ્રેસે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,ભારત દેશમાં મોદી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ દેશના લોકોને આશા બંધાઈ હતી કે દેશનો વિકાસ થશે.પરંતુ મોદી સરકારે એક પછી એક પ્રજા વિરોધી અને ઉદ્યોગપતિઓને ફાયદો થાય એવા નિર્ણયો લીધા.દેશની મોદી સરકારે 10મી નવેમ્બરે અણધાર્યો જ નોટબંધીનો નિર્ણય લેતા દેશવાસીઓ અચંબામાં મુકાયા હતા.નોટબંધી બાદ દેશની પ્રજા મુશ્કેલીમાં મુકાઈ હતી,બેંકોમાં પૈસા જમા કરાવવાની લ્હાયમાં કેટલાયે લોકોના મોત થયા હતા.આ નોટબંધી જાહેર કર્યાના 5 દિવસના સમયગાળામાં ભાજપ નેતાઓની અધ્યક્ષતાવાળી 11 કો.ઓપરેટિવ બેંકોમાં 3118.51 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો જમા થઇ હોવાનું RTI માં બહાર આવ્યું છે.જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે બેંકમાં ડાયરેક્ટર છે અમદાવાદ જિલ્લા ઓ.ઓપરેટિવ બેંકમાં જ નોટબંધીના 5 દિવસની અંદર 745.58 કરોડ રૂપિયાની જૂની નોટો જમા થઇ છે.ત્યાર પછી જયેશ વિઠ્ઠલ રાદડિયા જેમાં ચેરમેન છે એ રાજકોટ જિલ્લા કો.ઓપરેટિવ બેંકમાં 693.19 કરોડ રૂપિયાની જૂની નોટો જમા થઈ છે.એક બાજુ દેશવાસીઓ નોટબંધી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તો બીજી બાજુ ભાજપના નેતાઓ મોટા કમિશનો લઈ લઈને પોતાની કો.ઓપરેટિવ બેન્કોમાં કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો જમા કરવી રહ્યા હતા.નોટબંધી એ માત્ર ભાજપના નેતાઓને રૂપિયા કમાવવા માટે અને દેશને પાછળ લઈ જવા જ લાગુ પડાઈ હતી.અમિત શાહ,ભાજપ તથા આર.એસ.એસ ના નેતાઓએ દેશની જનતાને જણાવવું પડશે કે નોટબંધી પેહલા અને પછી એમના દ્વારા ખરીદાયેલી સંપત્તિની કિંમત અને એ પૈસાનો સ્ત્રોત કયો છે.પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ દ્વારા આ તથ્યો દબાવવા માટે મીડિયા પર દબાણ લવાઈ રહ્યું છે.અમારી માંગ છે કે નોટબંધી બાદ દેશમાં ભાજપના નેતાઓની અધ્યક્ષતા વાળી કો.ઓપરેટિવ બેંકોમાં કરોડો રૂપિયાની જૂની નોટો કોણે જમા કરવી,કોના કહેવાથી જમા કરાવ્યા એ અંગે તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવવામાં આવે અને જો આમાં કાઈ પણ શંકાસ્પદ નીકળે તો ગુનેગારોને સખત સજા કરવામાં આવે.જો આ મામલે યોગ્ય તપાસ નહિ કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમે રસ્તારોકો આંદોલન,જેલભરો આંદોલન જેવા હિંસક આંદોલનો કરતા પણ ખચકાઈશું નહિ.તેમ જણાવામાં આવ્યું હતું.
high light-નોટબંધી એ માત્ર ભાજપના નેતાઓને રૂપિયા કમાવવા માટે અને દેશને પાછળ લઈ જવા જ લાગુ કરાઈ હોવાનો નર્મદા યુવક કોંગ્રેસનો આક્ષેપ.
high light-નોટબંધી બાદ ભાજપના નેતાઓની અધ્યક્ષતા વાળી કો.ઓપરેટિવ બેંકોમાં કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો જમા મુદ્દે તપાસ કરી યોગ્ય પગલાં ભરવા નર્મદા યુવક કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application