Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલેકટર સાહેબ ! રજુઆત અને આંદોલન પણ કર્યા હતા પણ ઉકેલ આવ્યો નથી, વ્યારા નગર સાથે સીધો સંપર્કની સુવિધા આપવા બાબતે સિંગી ફળિયાના રહીશોએ રજૂઆત કરી

  • October 26, 2020 

વ્યારાના સિંગી ફળિયાના રહીશોએ નગર સાથે સીધો સંપર્કની સુવિધા આપવા બાબતે જીલ્લા કલેકટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે. સિંગી ફળિયાના રહીશોના જણાવ્યા અનુસાર, વ્યારાના સીંગી ફળિયુ વિસ્તારનાં સ્થાનિક રહેવાસી હોય, વોર્ડ વ્યારા નગર પાલિકાનાં હદ વિસ્તારમાં વ્યારા નગરના વિસ્તારથી અલગ છૂટો પડી જતો હોય,

 

 

વિસ્તારનાં સ્થાનિકોને પ્રાથમિક જરૂરીયાતો જેવી કે શિક્ષણ, આરોગ્ય સુવિધા, બજાર વ્યવસ્થા, નોકરી-રોજગાર જેવી બાબતો માટે ૦૨ કિ.મીનાં ઘેરાવા પસાર કરી આવન-જાવન કરવામાં મુશકેલી પડતી હોય, વિસ્તારને વ્યારા નગર સાથે સીધો સંપર્ક સાધી શકાય તે માટે આપની કચેરી દ્વારા રેલવે વિભાગ સાથે જરૂરી સંકલન કરી વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવામાં આવે,

 

 

સીંગી ફળિયા વિસ્તારનાં લોકોની આ વર્ષો જુની સમસ્યા હોય પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. જુના સમયમાં રેલ્વે તંત્રએ રસ્તો આપ્યો હતો તે સમયમાં અહીંથી સાઈકલ, બળદગાડા તેમજ દ્રી-ચક્રી વાહનો પસાર થતા હતા. પરંતુ સમય જતા રેલ્વે વિકસિત થતા તેમજ પ્લેટફોર્મ લંબાવતા રસ્તો બંધ થયો હતો.

 

 

જે બાબતે અગાઉ ગ્રામજનોએ ઘણી રજુઆત અને આંદોલન પણ કર્યા હતા. તેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવેલ નથી. વધુમાં રાજય સરકર પણ આમ જનતાનાં પ્રશ્નો માટે ચિંતીત અને સંવેદનશીલ અને તે માટે પ્રયાસો પણ કરી રહી છે, વહીવટીતંત્ર  દ્વારા રેલ્વે વિમાગ સાથે જોડવા માટે રેલ્વે અંડરબ્રીજ/ઓવરબ્રીજની સુવિધા માટે જરૂરી ઘટિત કાર્યવાહી કરવા માટે વ્યારાના સિંગી ફળિયાના રહીશોએ જીલ્લા કલેકટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application