કોરોનાના કહેર વચ્ચે આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ નો વધુ 1 કેસ સામે આવ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.21-ઓકટોબર નારોજ વ્યારા નગરમાં આવેલ સરિતા નગર સોસાયટીમાં રહેતી 59 વર્ષીય મહિલા નો કોરોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે,
આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 682 થયો છે, આજરોજ વધુ 5 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી,અત્યાર સુધી કુલ 622 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 17 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500