કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે, ભારતીયોની સલામતી અને સ્વસ્થ જીવન જ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યા બાદ પોતાના ટવીટ્સમાં શ્રી શાહે કહ્યું હતું કે, કોરોના સામેના આ યુધ્ધ માં પણ દેશવાસીઓના જીવ બચાવવાનું જ મોદી સરકારે પોતાનું પરમ કર્તવ્ય માન્યું છે. ગતરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે આ સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે.”
કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, "આપ સૌને વિનંતી કરું છું કે તમે આ આપત્તિ સામે લડવા માટે પ્રધાનમંત્રીની 'જ્યાં સુધી કોઈ દવા નહીં, ત્યાં સુધી કોઈ ઢીલાશ નહીં' ની અપીલને પોતાના જીવનનો મંત્ર બનાવી રાખો અને પોતાને તેમજ તમારા પરિવારને સુરક્ષિત રાખો. સંયુક્ત અને સંકલ્પિત ભારતના રૂપમાં જ આપણે આ આપત્તિમાંથી જીતી શકીશું.”
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500