તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના વાઘેથા ગામે શનિવારે બપોરે બે પ્રેમીઓએ એકજ ઝાડ પર સાથે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાઘેથા ગામમાં રહેતી 15 વર્ષીય યુવતી ને ઘણા સમય થી ગામનાજ દિપક શાંતિલાલ વસાવા (ઉ.વ.25) નામના યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને એ એક બીજા સાથે જીવવાના કોલ આપ્યા હતા પરંતુ એકજ જાત ના હોવા છતાં યુવાન ની ઉંમર કે અન્ય કોઈ કારણે યુવતી ના પરિવારે દિપક સાથે લગ્ન કરવાની ના પાડતા ઘણા દિવસ થી યુવતીને એના ઘર માં માથાકૂટ ચાલતી હતી છતાં પરિવાર ના સભ્યો એક ના બે ન થતા યુવતી છેલ્લા ચારેક દિવસ થી ઘર માં ઝઘડો કરી નજીક ના પ્રતાપપરા ગામમાં રહેતા એમના એક સંબંધીને ત્યાં રિસાઈને જતી રહી હતી જોકે પરિવાર ને યુવતી ક્યાં છે એ વાતની જાણ હતી માટે ત્યાં રહેવા દીધી હતી પરંતુ પ્રેમ આંધળો હોય એ કેહવત મુજબ યુવતી અને દીપકે આપેલા સાથે જીવવાના કોલ માં આમ યુવતી નું પરિવાર આડખીલીરૂપ બનતા આખરે બંને પ્રેમિયો એ સાથે મારવાનું નક્કી કર્યું હશે એમ શનિવારે બપોરે યુવતી એના સંબંધીને ત્યાંથી પોતાના ગામ વાઘેથા આવી અને વાઘેથા ગામની સીમમાં આવેલા જાંબુડા ના ઝાડ પર બંને પ્રેમિયો એ ફાંસો ખાઈ જીવન ટુંકાવતા આ વાત વાયુવેગે ગામમાં ફેલાતા ત્યાં લોકટોળા એકઠા થયા હતા ત્યાર બાદ આમલેથા પોલીસ ને જાણ થતા પીએસઆઈ જે.આર.ગામીત તાત્કાલિક ઘટના સ્થળે પોહચી બંને ના મૃતદેહો નું પંચનામું કરી રાજપીપલા સિવિલ ખાતે પીએમ માટે મોકલ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application