Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

  • January 25, 2018 

તાપીમિત્ર ન્યૂઝ,વ્યારા:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી આર્ટસ્ એન્ડ કોમર્સ ખાતે જિલ્લા કલેકટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઉજવણીમાં ઉપસ્થિત યુવાઓને સંબોધતા જિલ્લા કલેકટર એન.કે ડામોરે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીના પાયામાં મતદારો છે એમ જણાવી તેમણે લોકશાહી પ્રક્રિયામાં ભારતના ચૂંટણી પંચની ભૂમિકા અંગે જાણકારી આપી હતી.ચૂંટણી પંચ દ્વારા મતદારોમાં જાગૃતિ આવે એ માટે આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન ચૌધરીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૧થી મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેનો મુખ્ય આશય મતદાર જાગૃતિનો છે એમ જણાવી તેમણે લોકશાહી પ્રક્રિયામાં મતદારોની ભૂમિકા અંગે વિગતે જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજના કેમ્પસ એમ્બેસેડર મિલ્કીતસિંઘ અને મનીષાબેને પણ યુવા મતદારોને સંબોધ્યા હતા.રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં મતદન જાગૃતિ અંગે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ડ બી.એલ.ઓ અને સુપરવાઇઝરોને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ મતદાર તરીકે અચૂક મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરના સંદેશાનું પણ ઓડીયો વિઝયુઅલ પ્રસારણ કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાના બાળકોએ મતદાર જાગૃતિ અંગે નાટક, ગરબો, ગીત જેવી સાંસકૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ઉચ્છલના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઇ ગામીતે અને આભારવિધિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આશાબેન ગામીતે આટોપી હતી. કાર્યક્રમમાં વ્યારાના પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ પટેલ, કોલેજના આચાર્ય ડૉ. ખરવાસિયા, વ્યારાના મામલતદાર દેસાઇ, ડૉલવણના મામલતદાર ગામીત, કોલેજના વિદ્યાર્થીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application