એક પ્રેમી જોડા દ્વારા એકબીજાની સહમતિથી મંદિરમાં જઈ લગ્ન કરી લેતા યુવતીના પરિવારજનોએ સાક્ષી તરીકે સહી કરનાર વકીલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.
રિતેશ કુમાર મનોહરભાઈ વળવી ધંધો-વકીલાત રહે, નવી ભીલભવાની, તાલુકો નિઝર, જિલ્લો તાપી જેઓ એક સપ્તાહ પહેલા અશોકભાઈ ભરતભાઈ વસાવા રહેવાસી ખનોર ગામ તા. નિઝર જેઓનો પુત્ર અમિતભાઈ અશોકભાઈ વસાવા સાયલા ગામના રહીશ ગોપીચંદભાઈ ફુલસિંગભાઈ પાડવીની પુત્રી દિવ્યાબેન સાથે પ્રેમ સંબંધમાં હોવાથી એકબીજાની રાજીખુશીથી ગત તારીખ 28મીના રોજ ડેડીયાપાડા મહાદેવ મંદિરમાં રજીસ્ટર કોર્ટ મેરેજ કર્યા હતા અને લગ્ન માટે રૂબરૂ હાજર પ્રેમી પંખીડાઓની લગ્ન નોંધણી કરાવેલ હતી જે લગ્ન કર્યા એમાં સાક્ષી તરીકે વકીલ રીતેશકુમાર મનહરભાઈ વળવી દ્વારા સહી કરવામાં આવી હતી.
તેની જાણ દિવ્યાબેનના પિતા ગોપીચંદ પાડવીને થતા ગુસ્સામાં આવી આવી ગયા હતા. વકીલ રિતેશકુમારના મામા અશોકભાઈના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં અશોકભાઈની ફેમિલી અને વકીલ રિતેશકુમાર દ્વારા ઓટલા પર બેસી લગ્ન નોંધણી બાબતે ચર્ચા કરી રહ્યા હતા. થોડી જ વારમાં એક સફેદ કલરની અર્ટિકા ફોરવહીલ ગાડી ત્યાં આવી પહોંચી જેમાંથી ડ્રાઇવર મેહુલ અભિમન્યુ પાડવી, ગોપીચંદ પાડવી, અંકુરભાઇ પાડવી તથા દીપકભાઈ પાડવી, લખુભાઇ પાડવી અને મિલંદભાઈ પાડવી ગાડી માંથી ઉતરી વકીલ તથા તેમાના મામા અશોકભાઈની ફેમિલીને ગમેતેમ ગાળો બોલી વકીલ રિતેશકુમારને ઢીકકા મુક્કીનો માર માર્યો હતો અને સ્ટમ્પ અને લાકડાના ફટકા વડે પેટ અને છાતીના ભાગે માર માર્યો હતો. જોકે થોડીવારમાં જ આજુબાજુના રહીશો દોડી આવતા મામલો શાંત પડ્યો હતો. જોકે બનાવ અંગે વકીલ રીતેશ કુમારે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500