Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા માં તા.૨જી ઓકટોબરથી નશાબંધી સપ્તાહની ઉજવણી

  • October 02, 2020 

રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મે જયંતિ તા.૨જી ઓકટોબરથી નશાબંધી સપ્તાહ ઉજવવામાં આવે છે. તાપી જિલ્લાલમાં પણ જિલ્લા નશાબંધી અને આબકારી કચેરી તથા ગુરુકૃપા સેવામય ટ્રસ્ટના સહયોગથી તા.2/10/2020 થી તા.8/10/2020 સુધી નશાબંધી સપ્તા્હની ઉજવણી કરવામાં આવનાર છે. દારૂ તથા અન્યત કેફિ દ્રવ્યો નો નશો વિનાશને નોંતરે છે. અને કુટુંબની શાંતિ અને સમૃધ્ધિને હણે છે ગુજરાતની અખંડિતતા અને અસ્મિયતાનું જતન કરવું આપણા સૌની ફરજ છે.

 

જેથી રાષ્ટ્રનપિતા ગાંધીબાપુના નશાબંધીના પૈગામને સાકાર કરવા તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે તાપી જિલ્લામાં જુદા જુદા સ્થળોએ વિવિધ સંસ્થાઓના સહયોગથી નશાબંધી પ્રચાર અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વ્યે સવારે 9:30 કલાકે “ ગાંધીજીની પ્રતિમા” સુરભી સર્કલ, વ્યારા ખાતે કલેક્ટર આર.જે.હાલાણી નશાબંધી સપ્તાસહનો શુભારંભ કરી વ્યસન મુક્તિ રથને પ્રસ્થાન કરાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application