Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં બાઇક અડફેટે રાહદારીનું મોત

  • October 01, 2020 

વ્યારાની દેવર્ષી નગર સોસાયટી મકાન નંબર 124-127 રાજસ્થાન માર્બલની બાજુમાં રહેતા પુરણમલ મગતુંરામ અગ્રવાલ (ઉ.વ.85) નાઓ ગતરોજ રાત્રે 9 ક્લાક ના અરસામાં ટ્રેકિંગ સાયકલ માર્ટની દુકાન સામે ચાલવા માટે નીકળ્યા હતા.

 

તે વેળાએ એક મોટર સાયકલ નંબર જીજે/26/એચ/8075 ના ચાલકે પોતાના કબજાની મોટર સાઇકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પુરણમલ અગ્રવાલ ને અડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પંહોચી હતી જેમને તાત્કાલિક નજદીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે, ટૂકી સારવાર બાદ તેમનું મોત નીપજયું હતું,

 

બનાવ અંગે મુકેશભાઈ પુરણમલ અગ્રવાલ ની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે ફરાર અજાણ્યા બાઇક ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application