Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ: ktm બાઈક ઝાડ સાથે અથડાતા 22 વર્ષીય યુવકનું મોત,એક ની હાલત ગંભીર

  • October 01, 2020 

સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામમાં રહેતો 22 વર્ષીય જગદીશકુમાર રૂસ્તમભાઈ વસાવા આજરોજ પોતાની ktm મોટર સાયકલ નંબર જીજે/26/ક્યું/5795 ઉપર મિત્ર અલ્કેશભાઈ વસાવા સાથે નીકળ્યા હતા.

 

તે દરમિયાન બાવલી ગામની સીમમાં આવેલ હનુમાનજીના મંદિરના વળાંક પાસે ktm બાઈક ઝાડ સાથે અથડાતા બાઈક ચાલક જગદીશકુમાર વસાવા ને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજા પહોચવાના કારણે મોત નીપજ્યું હતું. જયારે તેમની સાથે પાછળ બેસેલ અલ્કેશભાઈ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચવાના કારણે પ્રથમ સારવાર સોનગઢ અને ત્યારબાદ વ્યારાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,

 

બનાવ અંગે મેહુલભાઈ રૂસ્તમભાઈ વસાવા રહે, જૂની બાવલી ગામ તા.સોનગઢ નાઓની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ એએસઆઈ કાર્તિકભાઈ ઈશ્વરભાઈ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application