Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લા એલસીબીએ રીક્ષા માંથી 24 હજારના ઈંગ્લીશદારૂ સાથે એક ને ઝડપી પાડ્યો,એક વોન્ટેડ

  • October 01, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ વીરપુર ગામ બાયપાસ સોનગઢ થી સુરત તરફ જતા નેશનલ હાઇવે ઉપર ઓટો રીક્ષા ને ઝડપી પાડી હતી.

 

તપાસ દરમિયાન રીક્ષા નંબર જીજે/05/એક્સએક્સ/9750 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બાટલીઓ તથા ટીન કુલ નંગ 596 જેની કિંમત રૂપિયા 24,600/- નો મુદ્દામાલ સાથે સાગર દગડુ ચૌધરી રહે, જોલવા ગ્રામ પંચાયતની પાસે,સુરત નાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની વધુ પૂછપરછમાં એમડી વાઈન શોપ નવાપુરના મેનેજર પંકજભાઈ નામદેવ સોનવણે રહે, ભગતવાડી હનુમાન મંદિર પાસે તા.નવાપુર-મહારાષ્ટ્ર નાએ દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

 

પોલીસે રીક્ષા અને દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 55,100/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ કશ્યપભાઈ અમરસિંગભાઈ ની ફરિયાદના આધારે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વાઈન શોપના મેનેજરને વોન્ટેડ જાહેર કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application