Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં આજે કોરોના પોઝીટીવ ના વધુ 10 કેસ નોંધાયા

  • October 01, 2020 

તાપી જીલ્લામાં ફરી ધીમે પગલે કોરોનાનું સંક્રમણ જોર પકડી રહ્યું છે, આજે વધુ 10 કેસ નોંધાયા છે. જેને લઇ તંત્રની ચિંતા વધી ગઈ છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 606 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 7 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 502 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 81 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.30મી સપ્ટેમ્બર બુધવાર નારોજ વાલોડ તાલુકામાં 1 કેસ, વ્યારામાં 3 કેસ, સોનગઢમાં 2 કેસ, ઉચ્છલમાં 4 કેસ મળી કુલ 10 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

30 સપ્ટેમ્બર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...

(1) 66 વર્ષિય પુરુષ, ડુંગરી ફળિયું,કહેર-વાલોડ

(2) 28 વર્ષિય મહિલા, નવું ઢોડિયાવાડ-વ્યારા

(3) 62 વર્ષિય પુરુષ, નક્ષત્ર હાઇટ્સ-વ્યારા

(4) 52 વર્ષિય મહિલા, શીવ શક્તિ પાર્ક,મુસા-વ્યારા

(5) 17 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,વડપાડા-સોનગઢ

(6) 48 વર્ષિય મહિલા, કોકણી ફળિયું,ધમોડી-સોનગઢ 

(7) 28 વર્ષિય મહિલા, ચાંદપુર-ઉચ્છલ 

(8) 38 વર્ષિય પુરુષ, સ્કુલ ફળિયું,આમોદા-ઉચ્છલ 

(9) 61 વર્ષિય પુરુષ, બસ સ્ટેન્ડ ફળિયા પાસે,કુઇદા-ઉચ્છલ

(10) 41 વર્ષિય મહિલા, માર્કેટ ફળિયું-ઉચ્છલ

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application