Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનગર પાલિકા દ્વારા ગેરકાયદે દબાણો દુર કરાયા, બે દુકાનો સીલ કરાઈ 

  • September 30, 2020 

વ્યાર પાલિકા દ્વારા રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી પુર જોશમાં કરાઇ છે. આજરોજ વ્યારા નગર પાલિકા,વ્યારા મામલતદાર ની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરી હતી, વ્યારા નગરમાં જુના બસસ્ટેન્ડ,બેંકરોડ, કાપડબજાર સહિતના વિસ્તારોમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો તથા લારી-ગલ્લાઓ હટાવવાની કાર્યવાહી કરાતા ગેરકાયદેસર દબાણકર્તા ઓમાં ફફડાટ ફેલાયો હતો. પાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરીને પણ નાગરિકોએ બીરદાવી છે ત્યારે આગામી દિવસોમાં દુર કરાયેલા દબાણો પુન: સ્થાપિત ન થાય તે માટેની કાયમી વ્યવસ્થા ઉભી કરાય તેવી પ્રજામાં ચર્ચા શરૂ થઇ છે. 

 

મળતી માહિતી અનુસાર વ્યારા નગર પાલિકાના જુના બસસ્ટેન્ડ,બેંકરોડ, કાપડબજાર સહિતના વિસ્તારોમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને ટ્રાફિકને અડચણ પેદા કરવાની ફરિયાદ ને પગલે આજે વ્યારા નગર પાલિકા,મામલતદાર ની ટિમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, સાથોસાથ કોવિડ-19 ની સરકાર દ્વારા સૂચિત ગાઈડલાઈન નો ભંગ કરતા દુકાનદારો અને લોકોની સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી, જેને પગલે વ્યારા નગરમાં અફરાતફરી મચીજવા પામી હતી,

 

સીડી કલેક્શન અને સુરેશ કુમાર એન્ડ બ્રધર્સ નામની બે દુકાનોને તાળા મારી સીલ કરી દેવામાં આવી

બીજી તરફ બે દુકાનો કે જેમાં કોવિડ-19 ની ગાઈડલાઈન નો ભંગ કરવા બદલ સીડી કલેક્શન અને સુરેશ કુમાર એન્ડ બ્રધર્સ નામની બે દુકાનોને તાળા મારી સીલ કરી દેવામાં આવી હતી, તંત્રની કડક કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.ત્યારે આ દબાણો પુન: સ્થાપિત ન થાય તે માટેની પણ પાલિકા તંત્ર દ્વારા નજર રાખવામાં આવે તેમજ વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે અવર જવર કરવા માટે માર્ગો કાયમ માટે ખુલ્લા રહે તેવી વ્યવસ્થા ગોઠવાય તે પણ એટલુ જ જરૂરી હોવાનુ લોકમુખે ચર્ચાયુ હતું.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application