Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ-વ્યારા-સોનગઢના કેટલાક વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયો

  • September 30, 2020 

તાપી જિલ્લામાં ડોલવણના બામણામાળદુરમાં નીચલુ ફળિયુ.૧ વ્યારામાં શિવશક્તિ નગર, મુસા તથા પ્રગતિનગર સોનગઢ વિસ્તારમાં COVID-19 ના પોઝીટીવ કેસ નોંધાયો છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણીએ એક જાહેરનામા દ્વારા  નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૨૮/૦૯/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી આ ત્રણ તાલુકાના ઉપરોક્ત વિસ્તારોના ૧૪ ઘરોની વસ્તી-૬૯ને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા તેની આજુબાજુ નજીકના ૧૩ ઘરોની ૫૧ જેટલી વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.

 

 Containment Area તરીકે જાહેર કરાયેલ આ વિસ્તારોમાં  આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.Containment Area તરીકે જાહેર કરાયેલ  બફર ઝોન વિસ્તારોમાં (Buffer Zone) તરીકે જાહેર કરી આ ઝોનની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application