આધુનિક યુગમાં પણ દુધના ઉપયોગ માનવ જીવન માટે અતિ આવશ્ય છે. તેમ છતાં પણ આપણે પ્રાણીઓ કાળજી લેવાની તકલીફ ઉઠાવતા નથી. તેવા સમયમા અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દહેજ આસપાસના ૧૩ ગામમાં પ્રાણીઓ માટે પશુધન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે લુવારા ગામમાં પ્રાણીઓ માટે જનરલ હેલ્થ અને વંધ્યત્વ નિવારણ કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમા ૨૪ લાભાર્થીઓના બીમાર ૩૬ પ્રાણીઓની સારવાર કરવામાં આવી હતી. બીએઆઈએફ સંસ્થા સસ્ટેઇનેબલ આજીવિકા વિકાસ વડોદરાના ડૉ. અમોલ વાઘ દ્વારા પ્રાણીઓની સારવાર કરવામાં આવી હતી. પ્રારંભિક ગર્ભાવસ્થા નિદાન (ઇપીડી) કીટ સત્રમાં શ્રી શંભુભાઇ દેસાઇ, જિલ્લા સંયોજક-બીએએફ દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમણે ઇપીડી કીટ ઉપયોગ અને તેના ફાયદા વિશે સરળ રીતે સમજાવ્યું.લાભાર્થીઓએ કહ્યું’ગર્ભવતી પ્રાણીઓની સંભાળ રાખવામાં તે સારું ઉપયોગી સબીત થાય છે. કેમ્પમાં લુવારા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાયસુંગભાઇ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application