તાલુકા કક્ષાની મુશ્કેલીઓ દુર કરવા મુદ્દે ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્છલ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે અનુસાર છેલ્લા પાંચથી છ માસ દરમિયાન કોરોના જેવી વૈશ્વિક મહામારીના લીધે પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. આરોગ્ય અને આર્થિક મહામારીનો સામનો કરી રહી છે, મધ્યમ વર્ગ માટે આ જીવિકા બંધ થઇ ગઈ છે. પ્રજાજનો પાસે જે કઈ પણ ઓછી પાતળી બચત થતી તે પણ સંપૂર્ણપણે ખર્ચાઈ ગઈ છે.
આ સંજોગોમાં આજીવિકાથી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાયરૂપ રૂપ થવા ઉચ્છલ તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા ડાંગર,શાકભાજી વિગેરે પાકોને થયેલ નુકશાનીનુ યોગ્ય વળતર, 15માં નાણાપંચ તેમજ અન્ય ગ્રાન્ટ મુદ્દે સત્વરે બહાલી આપવી, જમીન વિહોણા ખેતમજુરોના ઘરોનું સર્વે કરાવી પ્લોટ ફાળવણી કરી આપવા યોજનાનો લાભ પૂરો પાડવા, મનરેગા યોજનામાં સત્વરે રોજગારી ઉભી કરવા બાબત વિગેરે વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500