તાપી જિલ્લામાં વ્યારામાં નિશાળ ફળિયુ.૧ ચાંપાવાડી, કાનપુરામાં એસબીઆઈ નજીકના ઘરો, વાલોડમાં પટેલ ફળિયું.૧ મોરદેવીમાં ટાંક્લીફળિયું, દેલવાડામાં તળાવફળિયું, બુહારીમાં મેઈન બજારફળિયુ વિસ્તારમાં COVID-19 ના પોઝીટીવ કેસ નોંધાયો છે.
આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણીએ એક જાહેરનામા દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ તા.૨૭/૦૯/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી આ ત્રણ તાલુકાના ઉપરોક્ત વિસ્તારોના ૪૦ ઘરોની વસ્તી-૧૫૩ને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા તેની આજુબાજુ નજીકના ૪૩ ઘરોની ૧૭૨ જેટલી વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
Containment Area તરીકે જાહેર કરાયેલ આ વિસ્તારમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે. Containment Area તરીકે જાહેર કરાયેલ બફર ઝોન વિસ્તારોમાં (Buffer Zone) તરીકે જાહેર કરી આ ઝોનની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500