તાપી જિલ્લાના વ્યારા ઝોનમાં તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા યોજાનાર છે.
આ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ જિલ્લામાં નિયત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા. ૦૬/૧૦/૨૦૨૦ સુધી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં પરીક્ષાર્થી, પરીક્ષા સાથે સંકળાયેલ શૈક્ષણિક તથા અન્ય સ્ટાફ તેમજ પરીક્ષા સંદર્ભે સોંપવામાં આવેલ હોય તેવી કામગીરી સાથે સંકળાયેલ ફરજ પરના સ્ટાફ સિવાયની અન્ય અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ તથા ઝેરોક્ષ/ફેકસ સેન્ટર ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application