તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્યો છે. જોકે તેની સામે રીકવરી રેટ પણ સારો છે. આજરોજ જીલ્લામાં વધુ 8 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે, આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 571 થયો છે.
જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે.આજે વધુ 5 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી કુલ 490 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 58 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.27મી સપ્ટેમ્બર રવિવાર નારોજ વ્યારા તાલુકામાં 2 કેસ, વાલોડમાં 4 કેસ અને સોનગઢમાં 2 કેસ મળી કુલ 8 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
27મી સપ્ટેમ્બરે તાપી જીલ્લામાં નોંધાયેલા પોઝીટીવ કેસ
(1) 42 વર્ષિય મહિલા, પુલ ફળિયુ,કણજોડ-વાલોડ
(2) 65 વર્ષિય મહિલા, ટાંકલી ફળિયું, મોરદેવી-વાલોડ
(3) 28 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું,ચાંપાવાડી-વ્યારા
(4) 52 વર્ષિય પુરુષ, કાનપુરા-વ્યારા
(5) 52 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,પહાડદા-સોનગઢ
(6) 47 વર્ષિય પુરુષ, ગુરુદ્વારાની પાછળ,નવાગામ-સોનગઢ
(7) 42 વર્ષિય પુરુષ, બજાર ફળિયું,બુહારી-વાલોડ
(8) 22 વર્ષિય પુરુષ, મંદિર ફળિયુ,દેલવાડા-વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500