Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી એલસીબીએ સ્વિફ્ટ ડીઝાયર કાર માંથી રૂપિયા 1,23,000/- નો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો,આરોપી ફરાર

  • September 27, 2020 

તાપી એલસીબી પોલીસ ને મળેલ બાતમીના આધારે તા.25મી સપ્ટેમ્બરની રાત્રે ઉચ્છલ તાલુકાનાં ચચરબુંદા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 53 ની બાજુમાં મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તાલુકાનાં લક્કડકોટ ગામના ત્રણ રસ્તા પાસેથી સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર જીજે/19/એએફ/7182 ઝડપી પાડી હતી.

 

જોકે કારમાં સવાર ત્રણ ઈસમો પોલીસને જોઈ કાર મૂકી ભાગવામાં સફળ રહ્યા હતા. સ્થળ પર પહોચેલી પોલીસે કારમાં તપાસ કરતાં તેમાથી દારૂની નાની મોટી બોટલો નંગ-1614 જેની કિંમત રૂપિયા 1,23,000/- તથા કારની કિંમત રૂપિયા 4,00,000/- મળી કુલ રૂપિયા 5,23,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો  હતો.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application