Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:વળતરની રકમ ન ચુકવનાર રાજપીપળા પાણી પુરવઠા બોર્ડની કચેરીના કોમ્પ્યુ્ટર જપ્ત

  • June 19, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામના ખેડૂત શશીકાંત છીતુભાઇ પટેલ ની જમીન રાજપીપળા ભૂગર્ભ ગટર યોજના માટે 1989 ના વર્ષમાં સંપાદન કરવામાં આવેલી ત્યારે એનો વધુ વળતર બાબતેનો કેસ ચાલતા કોર્ટે આ માટે વધુ વળતર ની રકમ મંજુર કરેલી પરંતુ કાર્યપાલક ઈજનેર,ગુજરાત પાણી પુરવઠા બોર્ડ,રાજપીપળા એ કોર્ટ ના હુકમ મુજબ વધુ વળતર ની રકમ જમા ન કરાવતા અરજદાર શશીકાંત પટેલ તરફે વકીલ કનુભાઈ બી પટેલ દ્વારા એક દરખાસ્ત દાખલ કરાઈ હતી આ દરખાસ્ત ની નોટિસ સામાવાળા ને બજી ગયેલ હતી તેમ છતાં સામાવાળા એ વધુ વળતર ની રકમ જમા ન કરાવતા વકીલ કનુભાઈ પટેલ ની રજુઆત બાદ રાજપીપળા પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ એસ આઈ તારાણી ની અદાલતે આ બાબત ધ્યાને લઈ સામાવાળા વિરુદ્ધ તેમની જંગમ મિલકત જપ્ત કરી આ રકમ વસુલ કરવા હુકમ કરતા કાયદેસર કાર્યવાહી કરી પાણી પુરવઠા બોર્ડ રાજપીપળા ની કચેરી માંથી કોમ્પ્યુટર નંગ-3 અને પ્રિન્ટર જપ્ત કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application