પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થાનું પાલન નથી કરતી પરંતુ સામાજિક જવાબદારીઓનું પણ વહન કરે છે.
વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે માનવતા મહેકાવી.10 વર્ષીય બાળક તેના પિતા સાથે વિખુટા પડી જતા પરિવાર સાથે મિલન કરાવ્યું, વ્યારાના બજાર વિસ્તારમાં આવેલ ચા ની લારી પાસે એક 10 વર્ષીય બાળક રડતું નજરે પડ્યું હતું,
જેની પાસે જઈ તાપી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈએ નામ અને સરનામું પૂછતા બાળકે તેનું નામ અતુલ રાઠોડ જણાવ્યું હતું. અને વાલોડ તાલુકાના કોઠીમોરા વિસ્તાર નો હોવાનું જણાવતા વ્યારા પોલીસ મથકે ફરજ બજાવતા વિનોદભાઈએ બાળકને તેના પરિવાર સાથે મિલાપ કરાવતા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી અને પરિવારજનોએ તાપી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500