ગેરકાયદે બાયોડિઝલના નામે થતાં કાળા કારોબાર અંગે સરકારમાં અનેક રજૂઆત છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા પેટ્રોલપંપ સંચાલકોએ આગામી મંગળવારે ડેપોમાંથી પેટ્રોલ ડીઝલના જથ્થો ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. તાપી અને સુરત જીલ્લા પટ્રોલ પંપ ડીલર્સ એશોસિએશન દ્વારા ગત તા.24મી ઓગસ્ટે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કડડ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા હવે પેટ્રોલપંપ સંચાલકો લડી લેવાના મુડમાં છે.
ભેળસેળ યુક્ત બાયો ડીઝલને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય રહ્યું છે.
રાજ્યભરમાં બાયો ડીઝલની આડમાં ઝેરી કેમિકલનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જે અંગે સુરત અને તાપી જિલ્લા પેટ્રોલપંપ ડીલર્સ એસોસીએશન દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે, એક બાજુ પ્રદૂષણ ઘટાડવા માટે ઓઇલ કંપની યુરો-6 ડીઝલ નું વેચાણ કરે છે. જેની સામે ઝેરી ધુમાડો ઓકતા કેમિકલ્સના બેરોકટોક સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આવા ભેળસેળ યુક્ત બાયો ડીઝલને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય રહ્યું છે.
29મી સપ્ટેમ્બરના રોજ નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું
ઉપરાંત સરકારની આવકમાં પણ અબજો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કડડ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા હવે પેટ્રોલપંપ સંચાલકો લડી લેવાના મુડમાં છે. જે અંતર્ગત ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશન દ્વારા ગઇકાલે અન્ન અને નાગરિક પુરવઠાન વિભાગને લેખિત પત્ર મારફતે રજૂઆત કરી કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોય 29મી સપ્ટેમ્બરના રોજ નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.વધુમાં પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી દરેક અઠવાડીયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારના રોઝ પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ( ફોટો-ગત તા.24મી ઓગસ્ટ નારોજ પટ્રોલ પંપ ડીલર્સ એશોસિએશન દ્વારા તાપી કલેકટર ને આવેદનપત્ર આપતી વખતની તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500