Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં ખડકવાળ ખાતે રક્તદાન કેમ્પમાં ૩૭ યુનિટ રક્તદાન એક્ત્ર થયું

  • July 18, 2023 

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ખડકવાળ ગામે આવેલી ખડકવાળ પ્રાથમિક શાળામાં પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી ક્લબ ઓફ વાપી રિવર સાઈડ, રેઈન્બો વોરિયર્સ ધરમપુર તથા પ્રાથમિક શાળા ખડકવાડના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં ૩૭ યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ માટે રક્તદાતાઓને આંબા કલમની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદઘાટન રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું.



રેઈન્બો વોરિયર્સ ધરમપુર ગ્રુપની અનોખી પરંપરા મુજબ બી.આર.સી કો.ઓર્ડીનેટરનું વ્યક્તિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી બ્લેંકેટ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી છત્રી, રોટરી ક્લબ ઓફ વાપી તરફથી છત્રી, થેલી તથા  શાળાની બાળાઓને ડ્રોઈંગ બુક ભેટ આપવામાં આવી હતી. રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્ય જયેશભાઈ ગાંવિત તરફથી આંબા કલમ ભેટ આપવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી તમામ રક્તદાતા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application