Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર તાલુકાની મોજે સરથાણ, હજાત ગામની જમીનો સીલીંગધારા હેઠળ ફાજલ જાહેર

  • September 24, 2020 

અંકલેશ્વર તાલુકામાં આવેલ મોજે સરથાણ ગામની જુનો સર્વે નંબરઃ ૨૮૨, નવો રી સર્વે નંબર -૧૦૭  અને ૦-૫૯-૬૮ (હે.આરે.ચોમી.- ક્ષેત્રફળ) ધરાવતા અને હજાત ગામની જુનો સર્વે નંબરઃ ૩૨૪-અ,, નવો રી સર્વે નંબર -૧૧૦  અને ૦-૫૬-૭૧ (હે.આરે.ચોમી.- ક્ષેત્રફળ) જમીનો સીલીંગધારા હેઠળ ફાજલ જાહેર થયેલ સરકારી ખેડવાલાયક સરકાર પ્રાપ્ત જમીન આખરીપત્રકે દાખલ કરવામાં આવેલ છે.

 

જે ઇસમો જમીન મેળવવા માંગતા હોઇ તેઓએ નિયત નમુનામાં અરજી કરી શકાશે

 

જે ઇસમો જમીન મેળવવા માંગતા હોય તેઓએ આ અંગે સરકારશ્રી તરફથી નિયત કરેલ નમુનામાં અરજીઓ તા.૨૨/૧૦/૨૦૨૦ સુધીમાં કચેરી સમય દરમ્યાન અરજીમાં જણાવેલ સંપૂર્ણ વિગતો જેવી કે અનુ. જાતિ/અનુસુચિત જન જાતિ , બક્ષીપંચના હોય તો તે અંગેના મામલતદારશ્રી/ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો દાખલો, સ્વતંત્ર કે સંયુકત નામે જમીન આવેલ હોય તો તેની છેલ્લી સ્થિતીના દાખલા, ૮-અની નકલ, વાર્ષિક આવકનો દાખલો, ખેતમજૂર હોવા અંગેના સક્ષમ અધિકારીશ્રીનો દાખલો, બીપીએલ યાદીમાં નામ હોવા અંગેનો દાખલો,

 

માજી સૈનિક માટે ડીસ્ચાર્જ સર્ટીફીકેટ તથા ગુજરાતમાં અન્ય જગ્યાએ જમીન ફાળવેલ નથી અને ફાળવેલ હોય તો તેની વિગત સાથેનું સોગંદનામું તથા પેન્શન સિવાયની માસિક આવક રૂા.૩૦૦૦/ થી વધુ થતી નથી તે મતલબનું સોગંદનામું વિગેરે આધારપુરાવા સાથે મામલતદારશ્રી- અંકલેશ્વરની કચેરીએ અથવા સક્ષમ અધિકારી નાયબ કલેકટર કચેરી, અંકલેશ્વરને અરજીઓ મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમય- મર્યાદા બહાર મળેલ અરજીઓ તથા જરૂરી પુરાવા વગરની તથા અધુરા- પુરાવાવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. એક નાયબ કલેકટર- અંકલેશ્વર ધ્વારા એક અખબારીયાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application