સોનગઢના આરટીઓ પાસેથી ટ્રક માં ગેરકાયદેસર રીતે લઈ જવાતી ભેંસ તથા નાના બચ્ચાઓની હેરાફેરી કરનાર ઈસમોને ઝડપી પાડી તેમની વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ સોનગઢના આરટીઓ પાસે આજરોજ શંકાસ્પદ નજરે પડતી એક ટ્રક નંબર જીજે/16/ઝેડ/7644 ને અટકાવી તેમાં તપાસ કરતા ટ્રકની અંદર ખીચોખીચ રીતે ભરેલ 9 ભેંસો અને 6 નાના બચ્ચા મળી કુલ 15 પશુઓ મળી આવ્યા હતા, તમામ પશુઓને ટુંકી દોરી વડે બાંધી ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા તેમજ કોઇપણ પ્રકારની પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે ગુજરાત માંથી મહારાષ્ટ્ર ખાતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું.
બનાવ અંગે પોલીસકોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામભાઈની ફરિયાદના આધારે પશુ અને ટ્રક સહિત કુલ રૂપિયા 9,65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી (1) શકીલ યાકુબ નાગોરી (2) મેહબૂબ જમાલ (3) વાલા ખેંગારભાઈ (4) બલ્લુ ઉર્ફે ઈબ્રાહીમ ઠાકોર ચારેય જણા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500