તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા પાલિકામાં 14મી જૂને આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભાજપે પોતાના જ 4 અસંતુષ્ટ સભ્યોના રાજીનામાં મંજુર કરી દીધા હતા.જેથી એ 4 સભ્યોને મતદાન કરવા ન જવા દેવતા વિવાદ થયો હતો.જોકે અંતે ભાજપે સત્તા હાસિલ કરી હતી.તો આ ચૂંટણી પ્રક્રિયામાં તદ્દન ગેરરીતિ કરાઈ હોવાના કોંગ્રેસ-અપક્ષ અને રાજીનામાનો ભોગ બનેલા ભાજપના 4 સભ્યો મળી કુલ 15 સભ્યોએ આક્ષેપ લગાવી લેખિતમાં જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.
એમણે પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકાના જવાબદાર અધિકારીઓએ બનાવટી રાજીનામા રજૂ કરી અમારી બહુમતી હોવા છતાં અમને મતદાનથી વંચિત રાખ્યા છે.જેથી આ ચૂંટણી તાત્કાલિક રદ્દ કરી રાજીનામાં મુદ્દે તપાસ બાદ જ્યાં સુધી કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી કોઈને પણ બંધારણીય હોદ્દા સોંપવા નહિ.બંધારણનું ખૂન કરી લીધેલો ખોટો નિર્ણય ફોજદારી ગુનો બને એવો છે. જેથી આ પ્રકરણમાં સામેલ તમામ અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવા અમારી વિનંતી છે.
તો બીજી બાજુ ભાજપના 4 સભ્યો પૈકીના હરદીપસિંહ શિનોરાએ જણાવ્યું હતું કે અમારા બનાવટી રાજીનામાં મુદ્દે અમારે હાઈકોર્ટમાં રિટ કરવાની હોવાથી પાલિકા CO પાસેથી અમારા રાજીનામા પત્રની ફોટો સ્ટેટ ખરી નકલ,અમારા રાજીનામાં પાલિકામાં કોણે રજૂ કર્યા એની વિગત,રાજીનામાં આપવા આવનાર વ્યક્તિની CCTV ફુટેજની નકલ,રાજીનામુ કોણે ક્યારે કેટલા સમયે મંજુર કર્યું તે તમામ કાર્યવાહીની ખરી નકલો સહિત અન્ય દસ્તાવેજોની 15મી જુને લેખિતમાં માંગણી કરી હતી.જે 4 વાગ્યા સુધીમાં આપવા માટે એમણે અમને વાયદો પણ કર્યો હતો એનું વિડીયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે.તે છતાં દસ્તાવેજો આપ્યા વિના તેઓ પોતાની કચેરીએ લોક મારી લાંબી રજા પર ઉતરી પડ્યા છે.આની પરથી જ સાબિત થાય છે કે અમારા રાજીનામાં બનાવટી હતા
high light-રાજપીપળા પાલિકાના જવાબદાર અધિકારીઓએ બનાવટી રાજીનામાં રજૂ કરી મતદાનથી દૂર રાખ્યા હોવાનો ભાજપના જ 4 સભ્યોનો આક્ષેપ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application