Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસનો સ્વાંગ રચી યુવાનને લૂંટનાર ૨ ભેજાબાજો ઝડપાયાં

  • September 22, 2020 

ભરૂચમાં આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં અને કુમારન એમ. મુરૂગેશન ગત ૧૬મીએ રાત્રે મિત્ર સાથે હોટલમાં જમવા ગયાં હતાં. જે બાદ તેઓ ઘરે પરત આવવા એબીસી સર્કલ પાસે રીક્ષાની રાહ જોઇ રહ્યાં હતાં. તે વેળાં એક શખ્સે તેને બાઇક પર લિફ્ટ આપ્યાં બાદ તેના સાગરિત સાથે મળી માર મારી લૂંટ ચલાવી હતી.

 

ઉપરાંત તેની પાસેના એટીએમ કાર્ડથી બળજબરીને રૂા.૧૨ હજાર ઉપાડાવી કુલ ૧૫ હજારની લૂંટ કરી હતી. મામલામાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં ઇન્સ્પેક્ટર એ. કે. ભરવાડ સર્વેલન્સ સ્ટાફની મદદથી સીસીટીવી ફૂટેજ, બાઇક નંબર સહિતની વિગતોના આધારે આરોપીઓના સગડ મેળવતાં એકનું નામ સન્ની મિસ્ત્રી (રહે. વેજલપુર, ઘાંચીવાડ,) તેમજ તેના સાગરિતનું નામ મહંમદ અફઝલ શેખ (રહે. વેજલપુર, કુંભારિયા ઢોળાવ) હોવાનું માલુમ પડતાં પોલીસે બંનેને ઝડપી તેમની પાસેથી ગુનામાં વપરાયેલી બાઇક, રીક્ષા જપ્ત કરવા સાથે લૂંટ કરાયેલાં રોકડા રૂપિયા, કાંડા ઘડિયાળ તેમજ ચાંદીની વિંટી રિકવર કરી હતી.

 

પોલીસે બંનેએ અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે તે તપાસવા તેમના રિમાન્ડની કવાયત હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application