વાલિયા તાલુકાના શીર ગામના આદિવાસી ખેડૂત કારીયા પાંચીયા વસાવાને રાજપારડી સ્થિત શિવશક્તિ ઈન્ડોફાર્મ ટ્રેક્ટરના ડિલર કિરીટસિંહ મહિડાએ તેના વાલિયાના વાંદરીયા ગામના એજન્ટ મગન કોયલા વસાવાએ ટ્રેક્ટરની લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ એકત્ર કર્યા હતા.
વાલિયા અને ભાલોદની બેન્ક ઓફ બરોડાની શાખામાંથી અલગ અલગ લોન માટેના પુરાવાઓમાં રમેશ કારીયા અને તેના પિતાની સહી કરાવી લીધી હતી. ખોટા દસ્તાવેજોના આધારે રૂ. 53.25 લાખની લોન કરી હતી. જેની બેન્ક દ્વારા 8 વર્ષ બાદ ખેડૂતને નોટીસ મોકલાતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
શીર ગામની સીમમાં આવેલ સર્વે નંબર 37 , 38 અને 40 માંથી વાલીયાના વાંદરીયા ગામના મગન વસાવાએ રાજપારડીના શિવ શક્તિ ટ્રેક્ટરના ડિલર કિરીટસિંહ મોતીસિંહ મહિડા સાથે રમેશ કારીયા અને તેના પિતા કારીયા પાંચીયાની બેઠક કરાવી હતી. લોનના દસ્તાવેજો આપ્યા બાદ ટ્રેક્ટર નહીં આવતા અવાર નવાર ટ્રેક્ટર બાબતે ખેડૂતે પૂછતા તમારું ટ્રેક્ટર આવી જશે ચિંતા ન કરો તેવા જવાબ મળ્યા હતા.
આ લોનનાં નાણાં બાબતે ખેડૂતે અવાર નવાર માગણી કરતા કિરીટસિંહ મહીડાએ બીઓબી વાલિયા શાખાના એકાઉન્ટ નો 60 લાખનો ચેક સહી કરીને આપેલો હતો. ચેક બીઓબી વાલિયા શાખામાં ખેડૂતે નાખતાં ચેક બાઉન્સ થયો હતો.
વાલિયા પોલીસે શિવશક્તિ ટ્રેકટરના ડીલર કિરીટસિંહ મહિડા, એજન્ટ મગન વસાવા અને બેન્કની ભાલોદ શાખાના તથા વાલિયાના તે સમયના અધિકારીઓ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ વાલિયા પોલીસ મથકમાં નોંધાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500