ઉચ્છલ : ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન સોનગઢ થી નવાપુર તરફ જતા નેશનલ હાઇવે નંબર 53 ઉપર એચપી પેટ્રોલ પંપ નજીક આવેલ જંગલ ખાતાની ઓફીસ પાસે એક આઇસર ટેમ્પો નંબર જીજે/16/ઝેડ/8072 માં તપાસ હાથ ધરી હતી.
ટેમ્પો માંથી 13 ભેંસોને ખીચો ખીચ અને ટૂંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઇ છગનભાઈ ની ફરિયાદ ના આધારે (1) ગોસ મહમદ ન્યાજ મહમદ પઠાણ રહે, ઝાંખવા વ,મામા ફળિયું તા.માંગરોળ જી.સુરત (2) સાહિલ સઈદ મુલતાની રહે, ઝાંખવાવ, મુલતાની ફળિયું તા.માંગરોળ જી.સુરત નાઓ વિરુદ્ધ ગુનો દાખલ ઝાકીર કરીમ મુલતાની ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500