તાપી જીલ્લામાં આજ રોજ વધુ 9 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 525 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 418 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 84 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.19મી સપ્ટેમ્બર શનિવાર નારોજ જીલ્લામાં કોરોના ના 9 કેસ નોંધાયા છે. વાલોડમાં 6 કેસ, વ્યારામાં 2 કેસ અને કુકરમુંડામાં 1મળી કુલ 9 કેસ સરકારી ચોપડે રજીસ્ટર કરવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
19મી સપ્ટેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલા પોઝીટીવ કેસો..
(1) 40 વર્ષિય પુરુષ, જુના કુંભારવાડ,બુહારી-વાલોડ
(2) 14 વર્ષિય પુરુષ, જુના કુંભારવાડ,બુહારી-વાલોડ
(3) 34 વર્ષિય પુરુષ, પટેલ ફળિયું,ગોડધા-વાલોડ
(4) 25 વર્ષિય મહિલા, પટેલ ફળિયું,ગોડધા-વાલોડ
(5) 52 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું,કહેર-વાલોડ
(6) 57 વર્ષિય પુરુષ, ઘનશ્યામ નગર,કમાલછોડ-વાલોડ
(7) 54 વર્ષિય મહિલા, લક્ષ્મીપાર્ક સોસાયટી-વ્યારા
(8) 58 વર્ષિય પુરુષ, લક્ષ્મીપાર્ક સોસાયટી-વ્યારા
(9) 49 વર્ષિય મહિલા, બજાર ફળિયું-કુકરમુંડા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500