Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરોઠા હાઉસ પાસેથી વાંકવેલનો યુવક દારૂની બાટલીઓ સાથે પકડાયો

  • September 19, 2020 

તાપી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢના વાંકવેલ પરોઠા હાઉસ પાસેથી એક પ્લેઝર મોપેડ નંબર જીજે/26/ઈ/2023 ને ઝડપી પાડી તપાસ હાથ ધરતા ભારતીય બનાવટની દેશીદારૂ સંતરાની બાટલી કુલ નંગ 48 તથા એક મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે મોપેડ ચાલક દીપક મહેશભાઈ ગામીત રહે,વાંકવેલ તા.સોનગઢ નો પકડાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સેવજીભાઈની ફરિયાદના આધારે પકડાયેલ આરોપી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application