તાપીમિત્ર ન્યુ,રાજપીપળા:સાગબારા તાલુકાના સેલંબા ગામે એકજ કોમના બે જૂથો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા સાત વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.
સેલંબામાં રહેતા ફરિયાદી અબ્દુલસમદ સાહુ મકરાણી એ આપેલી ફરિયાદ મુજબ હાલ રમઝાન મહિનો ચાલતો હોય બે દિવસ પેહલા જાહેરમાં પાણીપુરી ખાવા બાબતે સાહેદ બાદશાહ ઉસ્માન મન્સૂરી ને ઠપકો આપતા સાહેદ ફરિયાદીના દીકરા ફેઝલ સાથે ઝગડો કર્યો હતો એ માટે ફરિયાદી તથા સહેદોએ તેમને ઠપકો આપવા જતા એ બાબતેની રીસ રાખી આરોપીઓ પૈકી ઇન્સાફ ઇબ્રાહિમ ખાટિક,વસીમ ઇબ્રાહિમ ખાટિક,મહંમદ રજાક ખાટિક,રજાક ઈશા ખાટિક,ઇમરાન પીરમહંમદ ખાટિક,રિઝવાન પીરમહંમદ ખાટિક અને રિયાજ પીરમહંમદ ખાટિક એ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો મામૂલી ઝઘડો પાર પાડવા ગાળાગાળી કરી ટામી અને ડંડા વડે મારમારી ઇજા કરતા અબ્દુલ સાજીદ વચ્ચે છોડાવવા પડતા એને પણ ઠીકકા પાટુનો માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે સાગબારા પોલીસ સ્ટેશને સાત આરોપીયો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા તપાસ હાથ ધરી છે તપાસ પીએસઆઈ વાય.એસ.સિરસાઠ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application