Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ: ઝાડી ઝાંખરામાં સંતાડેલો રૂપિયા 29 હજારના ઈંગ્લીશદારૂ સાથે એક ઝડપાયો

  • September 16, 2020 

સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામના નિશાળ ફળીયામાં રહેતો વિકિન દિમનભાઈ ગામીત ( ઉ.વ.25) નાએ ગામના કારભારી ફળિયાની સીમમાં આવેલ તળાવની બાજુમાં ઝાડી ઝાંખરામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી વિસ્કી તથા ટીન બિયરની બટલીઓ નંગ 470 જેની કિંમત રૂપિયા 29,100/- ના મુદ્દામાલ સાથે આજરોજ પોલીસ રેડમાં ઝડપાઇ ગયો હતો,

 

તેની વધુ પુછપરછ હાથ ધરતાં ઈંગ્લીશદારૂનો જથ્થો ગગો ઉર્ફે ગૌરાંગ નવીનભાઈ ગામીત રહે,વાંદરદેવી, દૂધ ડેરી ફળિયું તા.વ્યારા જી.તાપી નાએ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે સોનગઢના બંધરપાડા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ સરજીતભાઈ બચુભાઇ ની ફરિયાદના આધારે વિકિન ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી ગગો ઉર્ફે ગૌરાંગ ગામીત ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application