તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવ દર્દીના વધુ 6 નવા કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.26મી માર્ચ નારોજ વાલોડ તાલુકાના વિરપોર ગામના ભંડારીવાડમાં 40 વર્ષીય મહિલા, વ્યારામાં કાનપુરાના રત્નમણીનગરમાં 60 વર્ષીય આધેડ અને કાનપુરાની વૃંદાવન ધામ સોસાયટીમાં 36 વર્ષીય પુરૂષ, સોનગઢના સત્તેશ્વર નગરમાં 55 વર્ષીય મહિલા અને 60 વર્ષીય મહિલા, ઉચ્છલના નારણપુર ગામના આછા ફળીયામાં 58 વર્ષીય પુરૂષ સહિત જિલ્લામાં કુલ 6 દર્દીઓના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 957 કેસો નોંધાઈ ચુક્યા છે. વધુ 1 દર્દી સાજો થતા રજા અપાઈ છે. અત્યાર સુધી કુલ 880 દર્દીઓ સાજા થયા છે.કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લા માંથી કોરોના ટેસ્ટ માટે 317 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં હાલ 36 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500