તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા પુરવઠા ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે વારંવાર ફરિયાદો ઉઠી હતી ત્યારે આજરોજ ૧૪મી જૂને,એસીબી વિભાગ દ્વારા રાજપીપળા ખાતે આવેલા અનાજ પુરવઠા નિગમના ગોડાઉન ના મેનેજર સૌનજી વસાવા સહીત અન્ય ત્રણ પૈકી મુકુંદ મહેન્દ્ર વસાવા જુનિયર ક્લાર્ક,રાજપીપળા,ત્રિવેદીભાઈ,ગોડાઉન મેનેજર,સાગબારા,હશમુખ જે.પટેલ,ગોડાઉનમેનેજર,તિલકવાડા સહીત કુલ ચાર લંચિયાઓને લાંચ લેતા ઝડપી પડ્યા હતા.બનાવના પગલે પુરવઠા વિભાગમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
મળતી વિગતો મુજબ એસીબીને ફરિયાદ કરનાર શખ્સ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ માં ઈજારેદાર હોય,અને એફસીઆઈ-ભરૂચ થી સરકારી અનાજની ગાડીઓ ભરી રાજપીપળા ખાતેના મુખ્ય ગોડાઉન પર પૂરવઠો મોકલવાનો હોય ત્યારે માલ માં ઘટ આવે છે માલ ઓછો આવે છે એમ ખોટા બહાના કાઢી ગોડાઉન મેનેજર સહિત લંચિયાઓએ ઇજારદાર પાસે કુલ ૧૮,૦૦૦/-રૂપિયાની માંગણી કરતા ઇજારદારે આ બાબતે એસીબી માં ફરિયાદ કરી હતી.જેમની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવતા લાંચ ની રકમ સ્વીકારતા ત્રણ જેટલા ગોડાઉન મેનેજર અને કલાર્ક ૧૮,૦૦૦/- રૂપિયા લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયા હતા.બનાવ અંગે એસીબી દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી આવી છે.લંચિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરતા નર્મદા જિલ્લા માં અન્ય લાંચિયા અધિકારીઓ માં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500