Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:આખરે,રાજપીપળા નગરપાલિકામાં ભાજપ નો ભગવો યથાવત

  • June 14, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની આગામી અઢી વર્ષની ટર્મ માટે 14મી જૂને પાલિકા સભાખંડમાં ચૂંટણી યોજાવાની હતી.ચૂંટણી પેહલાના દિવસોમાં બન્ને પક્ષોના સભ્યો હોર્સ ટ્રેડિંગની બીકે અજ્ઞાત સ્થળોએ ફરવા ઉપડી ગયા હતા.જોકે આ સભ્યોમાં ભાજપના 4 સભ્યો કોઈના પણ સંપર્કમાં હતા નહિ.તેથી આ જ 4 સભ્યોના ટેકાથી કોંગ્રેસ-અપક્ષ પોતાનું બોર્ડ બનાવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે ટોક ઓફ ધ ટાઉન બનેલી રાજપીપળા નગર પાલિકાની ચૂંટણીને પગલે કોઈ અજુકતો બનાવ ન બને એ માટે પાલિકાની કચેરી પોલીસ છાવણીમાં ફેરવાયેલી જોવા મળી હતી 14મી જૂને 11 વાગ્યાની આસપાસ કોંગ્રેસ-અપક્ષ અને ભાજપના 4 અસંતુષ્ટો રાજપીપળા પાલિકામાં મતદાન માટે પહોંચ્યા હતા.દરમિયાન તમે પાલિકા સભ્ય તરીકે 13મી જૂને રાજીનામુ આપી દીધું હોવાથી તમારું રાજીનામુ મંજુર થયું છે.હવે તમે પાલિકા સભ્ય ન હોવાથી મતદાન ન કરી શકો એવું કારણ આગળ ધરી ભાજપના હરદીપસિંહ શિનોરા,દત્તા ગાંધી,જગદીશ દેશમુખ અને નયના કાછીયાને પોલીસ દ્વારા મતદાન કરવા ન જવા દેતા મામલોો બીચકયો હતો.જોત જોતામાં ત્યાં ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું સાંસદ મનસુખ વસાવા અને રાજપીપળા પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સુરેશ વસાવા,કમલ ચૌહાણ સામ-સામે આવી જતા ચકમક ઝરી હતી ત્રણેવે એક હવે સ્થિતિ વધુ વણસે એ પેહલા હાજર પોલીસ જવાનોએ ત્રણેવને છુટા પાડતા મામલો થાળે પડ્યો હતો.જો કે એક સમયે તો ચૂંટણી સ્થગિત કરવી પડે એવા દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા. આ તમામ ઘટનાક્રમ અને વાદ વિવાદ બાદ અંતે રાજપીપળા પાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં પ્રમુખ તરીકે ભાજપના જીગીશાબેન ભટ્ટ અને ઉપપ્રમુખ તરીકે સપનાબેન વસાવાની કોંગ્રેસ-અપક્ષના વિરોધ વચ્ચે સર્વાનુમત્તે વરણી કરાઈ હતી.જોકે સામે પક્ષે પ્રમુખ તરીકે ભારતી વસાવા અને ઉપપ્રમુખ તરીકે ભરત વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ એમનું સંખ્યાબળ ભાજપના સંખ્યાબળ કરતા ઓછું હોવાથી એમની હાર થઈ હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાજપના 4 સભ્યોના રાજીનામાંને પગલે પાલિકામાં ભાજપનું સંખ્યાબળ એક અપક્ષ સભ્યના સહકારથી 13સભ્યોનું થયું છે.જ્યારે કોંગ્રેસ પાસે પોતાના 6 અને અપક્ષના 5 મળી કુલ 11 સભ્યોનું સંખ્યાબળ છે. High light:અમે કોઈ રાજીનામુ આપ્યું જ નથી હવે અમે કોર્ટ માં જઈસુ :હરદીપસિહ શિનોરા. આ બાબતે પાલિકા ભાજપના અસંતુષ્ટ સભ્ય હરદીપસિંહ શિનોરા અને દત્તા ગાંધીએ જણાવ્યું હતું કે અમે કોઈ રાજીનામુ આપ્યું જ નથી.આ તો સત્તાના જોરે કાવતરું કરાયું છે. 13મી જૂને તો અમે રાજપીપળાની બહાર હતા.અમે 13મી જૂને હાજર જ ના હોઈએ તો રાજીનામુ કેવી આપીએ.14મી જૂને 12 વાગે ચૂંટણી હતી અને 12:07 મિનિટે પાલિકા મુખ્ય અધિકારી દ્વારા અમને રાજીનામુ સ્વીકાર્યનો અને તમે મતદાન ન કરી શકો એવો પત્ર આપ્યો છે.અમે આ મુદ્દે કોર્ટમાં જઈશું. High light:મનસુખ વસાવાએ મારો કોલર પકડી ફંગોળી દીધો:કમલ ચૌહાણ,કોંગ્રેસ પાલિકા સભ્ય. રાજપીપળા પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર ડૉ.કમલ ચૌહાણે જણાવ્યું હતું કે ભાજપના 4 સભ્યોના મતદાન મુદ્દે અમે ચૂંટણી અધિકારી સાથે વાતચિત કરી રહ્યા હતા દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ગુસ્સામાં ત્યાં આવી મારો કોલર પકડતા ચરસા ચરસી થઈ હતી,મનસુખ વસાવા ભરૂચના સાંસદ છે એમને ચૂંટણી દરમિયાન પાલિકામાં આવવાનો અધિકાર નથી. અમે પણ કાયદો જાણીયે છીએ High light:ડભોઈનો કોંગ્રેસી કોર્પોરેટર ચૂંટણી દરમિયાન રાજપીપળા પાલિકામાં શુ કરતા હતા?:મનસુખ વસાવા. આ મુદ્દે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ડભોઈનો એક કોંગ્રેસી કોર્પોરેટર ભાજપના 4 અસંતુષ્ટોને અંદર પ્રવેશ મુદ્દે સલાહ આપી રહ્યો હતો.રાજપીપળા પાલિકા સભ્ય સિવાય કોઈ બીજા ત્રાહિત વ્યક્તિને અંદર પ્રવેશવા ન દેવાય.એ મુદ્દે રજુઆત કરવા જતાં કોંગ્રેસના કમલ ચૌહાણ અને સુરેશ વસાવાએ મારી સાથે બિભત્સ વર્તન કર્યું હતું.જેથી મામલો બગડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application