સોનગઢમાં તા.૧૦મી સપ્ટેમ્બર નારોજ એક કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. દરમિયાન સોનગઢના ઐતિહાસિક કિલ્લા ઉપર આવેલી કચેરીએ રાખવામાં આવેલા વાયરલેસ સેટ સહિત નો ઇલેક્ટ્રોનિક સરસમાન વિજળી ત્રાટકતા બળીને ખાખ થઈ ગયું હતું.
બીજા બનાવમાં નિશાણા ગામના આમજી ફળીયામાં મહુડાના ઝાડ ઉપર વીજળી પડી હતી. જેના કારણે અનિલકુમાર સુરેશભાઈ કાથુડ (ઉવ- ૦૭) અને વિજયભાઈ બોન્દલિયાભાઈ ભીલ (ઉવ-૧૮) બંને જણાંને બેભાન અવસ્થામાં સારવાર અર્થે ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી જનક હોસ્પિટલ-વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સદનસીબે જાન હાની ટળી હતી.
( સોનગઢના કિલ્લા પર પડેલી વીજળીના દ્રષ્યો કોઈકે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો,તે સમયની એક તસવીરી ઝલક)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500