Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના સાકરદામાં 46 હજારના ઈંગ્લીશદારૂ સાથે એક પકડાયો

  • September 08, 2020 

ઉચ્છલ તાલુકાના સાકરદા બ્રીજ  નીચે વાહન ચેકિંગ દરમિયાન ઉચ્છલ પોલીસે ઇક્કો ગાડી માંથી રૂપિયા 46,400/-ના ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

 

મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના સાકરદા બ્રીજ નીચે આજરોજ વાહન ચેકિંગ દરમિયાન એક ઇક્કો ગાડી નંબર જીજે/05/જેબી/6197 માં તપાસ કરતા ભારતીય બનાવટનો જુદીજુદી બ્રાંડનો વિદેશીદારૂ ટીચર્સ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી,એબ સ્લુટ વોડકા,રોયલ સ્ટ્રોંગ બેરલ સિલેક્ટ વિસ્કીની બાટલીઓ જેની કિંમત રૂપિયા 46,400/- નો મુદ્દામાલ સાથે ઇક્કી ગાડી ચાલક હેમંતભાઈ ભાસ્કરભાઈ સૂર્યવંશી રહે, હરી નગર-2,ઉધના-સુરત મૂળ રહે, નગાવબારી, ધુલિયા-મહારાષ્ટ્ર નો વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો.

 

તેની પૂછ પરછમાં દારૂનો જથ્થો એસ.એમ.અગ્રવાલ વાઈન શોપનો મેનેજર નંદુ પાસેથી લઇ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું,બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસ મથકે ઇક્કો ચાલક હેમંત સૂર્યવંશી વિરુદ્ધ ગુનો દાખલ કરી વાઈન શોપનો મેનેજર નંદુને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application